ચેન્નાઈમાં BSPના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા, માયવાતીએ ગુનેગારોને સજાની કરી માંગ 

ગુજરાત
ગુજરાત

બહુજન સમાજ પાર્ટીના તમિલનાડુ રાજ્ય અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની શુક્રવારે ચેન્નાઈમાં તેમના ઘરની નજીક બાઇક સવાર છ લોકોએ નિર્દયતાથી હત્યા કરી હતી. આ બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુનેગારોએ આર્મસ્ટ્રોંગને પેરામ્બુર વિસ્તારમાં સદયપ્પન સ્ટ્રીટમાં તેના ઘરની બહાર ચાકુ મારીને ભાગી ગયા હતા. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે બસપા ચીફ પોતાના ઘરની બહાર મિત્રો અને સમર્થકો સાથે વાત કરી રહ્યા હતા. વિસ્તાર ગીચ હોવા છતાં ગુનેગારોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો, હુમલાખોરો ત્રણ બાઇક પર સવાર હતા. પરિવાર આર્મસ્ટ્રોંગને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગેંગસ્ટર આર્કોટ સુરેશની હત્યા સાથે જોડાયેલી આ એક બદલાની હત્યા હોઈ શકે છે. મીડિયાના અહેવાલ મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે તપાસ કરી રહ્યા છીએ. આ હત્યા અગાઉ થયેલી હત્યા સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક અહેવાલો કહે છે કે હુમલાખોરોએ ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે દર્શાવીને આર્મસ્ટ્રોંગનો સંપર્ક કર્યો હતો, જોકે પોલીસે હજુ સુધી આની પુષ્ટિ કરી નથી. સેમ્બિયમ પોલીસ ઇન્સ્પેક્ટરને કેસ ઉકેલવાની કામગીરી સોંપવામાં આવી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.