
સગા ફૂવાએ ભત્રીજાની માત્ર ૩ વર્ષની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ
માસુમ બાળકો પર અત્યાચારની ઘટના અટકવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર પરિવારના સભ્ય એ જ માસુમને પોતાનો શિકાર બનાવ્યો છે. અરવલ્લીના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં એક બનેલી એક ધૃણાસ્પદ ઘટનાએ સમાજને હચમચાવી મૂક્યો છે, જેમાં ફૂવા સગા ભત્રીજાની માત્ર સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી લોહીલુહાણ કરી નાખી છે.
બાળકીને કરી લોહીલુહાણ
બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારના એક ગામમાં ખેતીકામ કરતો યુવાન તેની પત્ની, સાડા ત્રણ વર્ષની બાળકી પોતાના માતા-પિતા સાથે ખેતરમાં બનાવેલા મકાનમાં રહે છે. આ યુવાનનો મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સુતારીયા ગામમાં રહેતો 68 વર્ષીય વૃદ્ધ ફુવો શનિવારે સવારથી આ પરિવારના ઘરે ખબર-અંતર પુછવાના બહાને એકલો આવેલો હતો. રસોડામાં બાળકી રમતી હતી ત્યારે રમાડવાના બહાને ખેતરમાં લઈ ગયા અને કૃત્ય આચર્યું હતું. હાલ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જ્યારે નરાધમ ફુવાને પોલીસે દબોચી લીધો છે.