BRTSરૂટમાં કાર અથડાતા બોનેટના બોલ્યા ભુક્કા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, શહેરના બોપલ વિસ્તારમાં ધનતેરસની મોડી રાતે એક અકસ્માત સર્જાયો છે. બોપલમાં એક કાળા રંગની કારેBRTSરૂટની રેલિંગ પર કાર ધુસાડી દીધી હતી. જે બાદ ચાલક પોતાની મોંઘીદાટ કાર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થયાના સમાચાર હજી સુધી નથી મળ્યા. બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વાહનોની પૂરપાટ ઝડપથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટમાંથી એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઇ રહી હતી.

જેની સ્પીડને કારણે ચાલકે બીઆરટીએસની રેલિંગમાં જ કાર અથડાવી દીધી છે. આ અકસ્માતને કારણે કારના આગળના ભાગના રેલિંગ સાથે અથડાઇને ભુક્કા બોલી ગયા છે. જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઇ છે. આ પૂરપાટ ઝડપે દોડીને અકસ્માત સર્જનારી કાર છે. જેનાથી જોઇ શકાય છે કે, આ કારનું પાસિંગ અન્ય રાજ્યનું છે. આ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં આવીને આ કારને જોઇ રહ્યા હતા. આ અકસ્માત ધનતેરસની રાતે થયો છે.

આ અંગે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની પણ મદદ લઇ શકે છે. બુધવારે રાતે પણ ઓવર સ્પીડના કારણે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમા બે લોકોના મોત નીપજ્યા હતા. ગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે લોકોના મોત થયા છે. પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (૩૨) અને દેહરાજ સિંહ (૨૨) તરીકે થઈ છે. જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.