
સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનો કાળો કારોબાર, રૂ. 4 કરોડનાં MD ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
સુરતમાં ફરી એકવાર માદક પદાર્થો મળી આવવાની એક ઘટના સામે આવી છે. જેમાં સુરતનાં રાંદેર વિસ્તામાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીને આધારે SOG પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ રેડ દરમિયાન SOG પોલીસની ટીમને રૂપિયા 4 કરોડની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. SOG દ્વારા ચાર કરોડના MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જેમાં ગુરૂવારના રોજ પણ 10 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ હતું.
વાત કરીએ તો પોલીસને રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સુરત અને અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતમાં પોલીસે રાંદેર વિસ્તારમાં ત્રણ શખ્સો પાસે નશાનો સામાન હોવાની બાતમીને આધારે SOGએ રેડ પાડી હતી અને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે જુદા-જુદા સ્થળો પર દરોડા પાડીને એક કરોડથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થા સાથે ત્રણ ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.