અમદાવાદમાં BJPની 119 સીટો પર જીત, અરવિંદ કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIM પાર્ટીને જાકારો

ગુજરાત
ગુજરાત

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગત વખત કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હતો પરિણામે ચૂંટણીનો નિરસ માહોલ રહ્યો હતો.મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.

કોંગ્રેસના ચુસ્ત ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.

ગઇ ચૂંટણીમાં સરેરાશ 48 વોર્ડની 192 બેઠકો માટે 46.51 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 142 અને કોંગ્રેસને 50 બેઠકો મળી હતી. હાલની ચૂંટણીમાં 60 વર્ષથી મોટી વયના અને ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવા કોર્પોરેટરો સહીત 104 કોર્પોરેટરોના નામો કાપીને ભાજપના મોવડી મંડળે ઈતિહાસ સર્જ્યો હતો. કપાયેલા કોર્પોરેટરોની નારાજગી અને નિષ્ક્રીયતાએ પણ ઓછા મતદાનની બાબતમાં ઉમેરો કર્યો હતો.

કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ, ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.