ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં ભાજપ કોર કમિટીની બેઠક : પેટા ચૂંટણીમાં જીત માટે રણનીતિ ઘડવા ચર્ચા કરાશે.

ગુજરાત
ગુજરાત 128

ગાંધીનગરઃ આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપ કોર કમિટીની બેઠક મળવાની છે. આ બેઠકમાં રાજ્યમાં આગામી વિધાનસભા પેટાચૂંટણી યોજાવાની છે કનિદૈ લાકિઅ તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ આઠેય વિધાનસભા બેઠકમાં જીત મેળવવા માટે રણનીતિ ઘડશે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના કુલ આઠ ધારાસભ્યોએ અકિલા રાજીનામા આપ્યા હતા. જેમાંથી પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ અને અકીલા જૂન મહિનામાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. ભાજપ આ પેટા ચૂંટણીમાં બધી બેઠકો કબજે કરી શકે તે માટે ખાસ રણનીતિ ઘડશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત અન્ય સંગઠનના નેતાઓ હાજર રહેશે. ગુજરાતમાં ખાલી પડેલી તમામ બેઠકો ઉપરાંત કાયદાકીય ગુંચવણમાં અટવાયેલી દેવભૂમિ દ્વારકા અને મોરવાહડફની બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ શકે છે. આ અંગે ચૂંટણી પંચ આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.