ભુપેન્દ્ર પટેલે સમયસર મુખ્યમંત્રી પદના શપથ લીધાં

ગુજરાત
ગુજરાત 59

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં છે. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતાં. શપથવિધી દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયાં હતાં.શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયાં છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.

શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.