ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદ પરથી રાજ્યપાલને રાજીનામુ સોંપ્યું, આવતી કાલે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે

ગુજરાત
ગુજરાત

ભાજપે 2022ના પરિણામમાં બહુમત મેળવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. 12મી ડિસેમ્બરે નવા મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. શપથ ગ્રહણ પહેલા ભૂપેન્દ્ર પટેલની સાંપ્રત કેબિનેટ ખારીજ કરવામાં આવી.

શપથ ગ્રહણ પહેલા આવતી કાલે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં નવા મંત્રીમડલ અને શપથ ગ્રહણ બાબતે ચર્ચા થશે. આ ઉપરાંત તમામ ધારાસભ્યને જીતના વધામણાં કરવામાં આવશે. જે ઉમેદવાર જીત મેળવી છે તેમની આગામી કાર્ય બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જે પ્રથમ વાર ધારાસભ્ય બન્યા છે તેમને સિનિયર દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.