આજથી ભાવનગર-પાલિતાણા વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે

ગુજરાત
ગુજરાત

ભાવનગર-પાલિતાણા વચ્ચે બંધ કરવામાં આવેલી ટ્રેનને પુનઃ શરૂ કરવા માટે ઘણાં સમયથી મુસાફરોની માંગણી હતી. જેને કારણે રેલવે બોર્ડે રવિવારથી ભાવનગર-પાલિતાણા વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાને લીલીઝંડી આપી દીધી છે. રેલવે બોર્ડે તા.5-12થી ભાવનગર-પાલિતાણા-ભાવનગર દૈનિક વિશેષ ટ્રેન ચલાવવા મંજૂરી આપી છે. જે દરરોજ સાંજે 5:30 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડી સાંજે 6:45 કલાકે પાલિતાણા પહોંચશે. જ્યારે પાલિતાણાથી સાંજે 7:05 કલાકે પાલિતાણાથી ઉપડી રાત્રે 8:40 કલાકે ભાવનગર પહોંચશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.