ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલ શરૂ થયો

ગુજરાત
ગુજરાત

ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત સાયકલોથોન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે સાંજે સ્પોર્ટસ કાર્નિવલ કાર્યક્રમનો પ્રારંભ થશે.જે સ્પોર્ટસ કાર્નિવલ કાર્યક્રમ આગામી બે દિવસ ચાલશે,જેમાં રમત-ગમત સહિતના જુદાજુદા કાર્યક્રમો યોજાશે.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લેશે આ કાર્યક્રમ લોકો વિનામૂલ્યે માણી શકશે.નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત સવારે ૬.૩૦ કલાકે સાયકલોથોન કાર્યક્રમ યોજાશે.જે સાયકલ રેલી રૂપાણી સર્કલથી શરૂ થશે અને સરદારનગર,સંસ્કાર મંડળ, વિલીંગ્ટન સર્કલ,પાણીની ટાંકી,સેન્ટ્રલ સોલ્ટ,આતાભાઈ ચોક થઈ ફરી રૂપાણી સર્કલ પરત આવશે જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાશે.આમ આ કાર્યક્રમમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહેશે.ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ થશે.જેમાં એન્થમ,શ્લોક,ઉદઘાટન,ફીટ ઈન્ડીયા શપથ,આર.જે સ્પોર્ટસ,સાંસ્કૃતિક ગીતોની પ્રસ્તૃતિ,યોગ,કરાટે,ઝુમ્બા ડાન્સ,મશાલ,મેસ્કોટ,મ્યુઝીક બેન્ડ રેલી,બોડી બિલ્ડર પ્રસ્તૃતિ,નૃત્ય,લોકનૃત્ય,રાસ,ગરબા,ગરબા લાઈવ,રાષ્ટ્રગીત સહિતનો કાર્યક્રમ યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.