
પિઝા ખાતા પહેલા ચેતજો! કામરેજમાં Lapino’s Pizza માંથી વંદો નીકળ્યો
પિઝા ખાવાના શોખીન લોકો માટે ચેતવણીના સમાચાર આવ્યા છે. આમતો આ ફૂડ શરીર માટે એટલું સારું માનવામાં આવતું નથી પણ તેનો સ્વાદને તેની તરફ ખેંચી લાવે છે. સ્વાદિષ્ટ પિઝાએ ફરીએકવાર તેને આરોગનાર વ્યક્તિ માટે સ્વાસ્થ્યની દરકાર અને મૂડ બંને બગાડ્યા છે.
ઓલપાડ પરિવારે કામરેજ સ્થિત Lapino’s Pizza મા પિઝા ઓર્ડર કર્યો હતો જયારે તે પિઝા ખાઈ રહ્યા હતા ત્યારે પિઝામાં શું મળ્યું તે જાણીને તમે પણ ચોકી જશો. આ પિઝામાંથી વંદો નીકળ્યો હતો. ગુજરાતની આ પહેલી ઘટના નથી જયારે પીઝામાંથી જીવાત નીકળી હોય… મોટી બ્રાન્ડ અને ઊંચી કિંમત સારું અને હાઇજીન ફૂડ આપતી હોવાનો ભ્રમ આ ઘટનાઓએ તોડ્યો છે.
અવારનવાર પિત્ઝામાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ સામે આવે છે. સુરતમાંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિઝામાંથી જીવાત નીકળી હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. એક દંપતી પિઝા ખાવા માટે રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. દંપતીએ આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.આ ઘટના બાદ દંપતીએ પિઝા સેન્ટરના મેનેજરને આ વાતની ફરિયાદ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ આ પ્રકારે અનેકવાર જાણીતી રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝીમાં ભોજનમાં વંદા સહિતના જીવાત નીકળ્યાના કિસ્સા સામે આવ્યાં હતા.