વડોદરામાં નગર પ્રા.શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાત
ગુજરાત 39

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂંક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.જે ચૂંટણી આગામી 6 ઓગસ્ટના રોજ યોજાવાની છે.ત્યારે આજે ઉમેદવારી નોંધાવવા માટેનો અંતિમ દિવસ હોવાથી ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.આ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આજે ઉમેદવારી પત્રો ભરાયા હતા.વડોદરા મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે 12 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી હતી.જેમાં રીટાબેન માંજરાવાલા,અંજનાબેન ઠક્કર,શર્મિષ્ઠાબેન,ડો.હેમાંગભાઈ જોશી,આદિત્ય પટેલ,વિજય,કિરણ સાળુંકે,ભરત ગજ્જર,નિલેશ કહાર,રણજીત રાજપૂત,હિતેશ પટણી અને જીગ્નેશ પરીખનો સમાવેશ થાય છે.આમ શિક્ષણ સમિતિમાં કુલ 15 સભ્ય હોય છે.જેમાંથી ચૂંટણી 12 સભ્યની થાય છે,જ્યારે અન્ય 3 સભ્ય સરકાર નિયુક્ત કરતી હોય છે.ચૂંટણી 6 ઓગસ્ટને શુક્રવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી યોજાશે.જેની મતગણતરી બપોરે 3.30 વાગ્યાથી થશે.સાઈ અશોકરાવ ઢેકાણેની વડોદરા શહેર કોંગ્રેસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.