
વડોદરાના કમાટીબાગમાથી બંધ થયેલી રાઈડ ખસેડવાની કામગીરી શરૂ કરાઇ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં ત્રણ રાઈડ જૂની થઈ જતા સલામતીના કારણોસર તેને ખસેડી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે તેના સ્થાને ટૂંક સમયમાં નવી રાઈડ્સ લાવવાનું આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યુ છે.જેમાં કાંકરિયા ખાતે અગાઉ રાઈડની દુર્ઘટના સર્જાઇ હતી અને તેમાં કેટલાક લોકોએ જાન ગુમાવ્યા હતા અને ઘાયલ થયા હતા.જેને ધ્યાનમા રાખીને રાજ્ય સરકારે ગુજરાતમાં જ્યાં પણ આવી મિકેનિકલ રાઈડ્સ આવી છે તે નહી ચલાવવા અને ફિટનેસ સર્ટિફિકેટ મળે ત્યારબાદ ચાલુ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો.જેમાં ઓક્ટોપસ,ટોરાટોરા અને ફીશ બીનનો સમાવેશ થાય છે.