વડોદરાના ગરબા ગ્રાઉન્ડ પર મિની હોસ્પિટલ બનશે

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રિ ઉજવવાની રાજ્યભરમાં તૈયારીઓ થઈ રહી છે.ત્યારે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની તબિયતનું ધ્યાન રાખવા માટે રાજ્યના વિવિધ આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર જ મિનિ હૉસ્પિટલ ઉભી કરવાની તૈયારી કરી છે.જેમાં રાજ્યના અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ અને ભુજ જેવા શહેરોમાં આયોજકોએ કોરોનાના સંક્રમણ સામે રક્ષણ માટે સમગ્ર હોલ કે ગ્રાઉન્ડમાં સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરી છે,પરંતુ ગ્રાઉન્ડ પર જ સારવારની વ્યવસ્થા રાખી છે.જેમાં ડૉક્ટર્સની ટીમ ખેલૈયાઓ પ્રવેશે ત્યારથી બહાર નીકળી જાય ત્યાં સુધી ખડેપગે રહેશે.જે ટીમ ઓક્સિજન સાથે હાજર રહેશે.જ્યારે કેટલાંક આયોજકો દ્વારા હોસ્પિટલો સાથે ઇમરજન્સી માટે ટાઇઅપ કરવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીમાં ત્વરિત એડમિશન મળે.બીજીતરફ ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થાય તે માટે વિવિધ અંતરે સર્કલ પણ બનાવી દેવામાં આવ્યા છેજેમાં ઓક્સિજન સહિતની એમ્બ્યુલન્સ ઉપરાંત ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહેશે.આ સિવાય વરસાદ પડે તો 2 કલાકમાં ગરબા થઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.