વડોદરાના મંજુસર પાસે અજાણ્યા હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરાયુ

ગુજરાત
ગુજરાત

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી પાસે 2 અજાણ્યા મોટરસાયકલ પર આવેલા હત્યારાઓએ એક યુવક પર ગોળીબાર કરી હત્યા નીપજાવી ફરાર થઈ જતા પોલીસ તંત્રએ ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.જેમાં મંજુસર રોડ પર સવારે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાની ઘટના બનતા સ્થાનિક લોકોના ટોળામાં આશ્ચર્ય ફેલાયું હતું.ત્યારે આ બનાવની જાણ જિલ્લા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં બે બાઈકસવારો દ્વારા ફાયરિંગ કરીને 30 વર્ષીય ઈસમની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.ત્યારે આ મરનાર યુવક કોણ છે તેની જાણકારી મેળવતા પ્રાથમિક તપાસમાં દિલ્હીનો રહેવાસી અને વર્તમાનમાં વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા વિશ્વજીત નામનો યુવક હોવાનું જણાઈ આવ્યું છે.ત્યારે આ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેની પાછળ શું કારણ હતું તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.