બારડોલીનો હરિપુરા કોઝ-વે પાણીમાં ગરકાવ થતા 10 ગામનો સીધો સંપર્ક કપાયો

ગુજરાત
ગુજરાત 23

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલ કોઝ-વે ડૂબી ગયો હતો. આ સિઝનમાં પ્રથમવાર કોઝ-વે પર પાણી ફરી વળ્યાં છે. જેથી કોઝવે પારના 10થી વધુ ગામોનો કડોદ,બારડોલી,સુરત સાથે સીધો સંપર્ક કપાયો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતીના ભાગરૂપે ગત મોડી સાંજથી પાણી તાપીમાં છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમમાંથી વર્તમાન સમયમા 98,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સૌપ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે પ્રભાવિત થઈ જાય છે. ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ 4 ફૂટ ખોલતા પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હરિપુરા કોઝવે પાણીમાં ગરક થતાં કડોદની સામે પારના 10 ગામોને અસર થાય છે. આ ગામોનો સંપૂર્ણ વ્યવહાર કડોદ,બારડોલી અથવા સુરત સાથે છે તેમજ કોઝવે પર પાણી ફરી વળતાં અવરજવર બંધ થઈ છે. આમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ ‌વર્ષે 340 ફૂટ સુધી ભરાઈ ગયો છે. જેથી ખેડૂતો સહિત તમામને રાહત થઈ છે છતાં ડેમમાં પાણીનો ઈનફ્લો રહેતા રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.