આગામી ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસના પ્રભારી જાહેર કરાશે

ગુજરાત
ગુજરાત 99

ગુજરાત કોંગ્રેસમાં કેન્દ્રીય પ્રભારીની નિયુકિતનાં પગલે સંગઠનમાં બદલાવ કે નવી નિયુકિત અટકેલી છે.ત્યારે આવતા મહિનામાં ઈન્ચાર્જ પ્રભારી નિમિને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવા હાઈકમાન્ડ દ્વારા વ્યુહ નકકી કરવામાં આવ્યો છે.ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ જગ્યા ખાલી પડી છે.ક્જે આવનારા સમયમા પુરવામાં આવશે.જેમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પંચાયત ચૂંટણીમાં હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા ધરી દીધા હતા.ત્યારે નવી નિમણુંક થતા સુધી તેઓને કાર્યભાર સંભાળવાનું કહેવાયું હતું.તેવા સમયે પ્રભારીપદ માટે મુકુલ વાસનીક તથા અવિનાશ પાંડેના નામ આગળ ચાલી રહ્યા છે.આ ઉપરાંત ભુતકાળમાં પ્રભારી રહી ચુકેલા બી.કે.હરિપ્રસાદનું નામ ચર્ચામાં આવ્યું છે.તેઓ ગુજરાતથી સારી રીતે વાકેફ છે.કોંગ્રેસ મોવડી મંડળ નવા ચહેરાને જવાબદારી આપવાના બદલે સીનીયર તથા અનુભવી નેતાની પસંદગી કરવાનું વિચારી રહી છે.વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યારે રાજ્યના નવા પ્રભારીપદે એવા નેતાની નિમણુંક કરાશે જે મહત્વની બાબતોમાં અશોક ગેહલોત સાથે પરામર્શ કરી શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.