
અટલબ્રિજની મુલાકાતીઓને રાત્રે 10 વાગ્યા સુધીની ટિકીટ આપવામાં આવશે
ઉનાળાની ગરમીના આરંભની સાથે સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેકટ હસ્તકના અટલબ્રિજની મુલાકાતે પહોંચતા મુલાકાતીઓ માટે રાત્રિના 10 વાગ્યા સુધી ટિકીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેમા રીવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળના તમામ પાર્ક તેમજ ગાર્ડન રાત્રિના 11 સુધી ખુલ્લા રખાશે,જયારે બાયોડાયવર્સીટી પાર્કમાં સાંજે 5 કલાક સુધી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે ત્યારે મુલાકાતીઓને પાર્કસ તેમજ ગાર્ડનમાં પ્રવેશ મેળવ્યા બાદ જરૂરી નિયમો ચુસ્ત રીતે પાળવાના રહેશે.