ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આપી આગાહી
ગુજરાતમાં ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યાર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં 5 અને 6 તારીખે હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે પ્રમાણે આજથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હોવાના પણ અહેવાલ પણ સામે આવ્યાં છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, અત્યારે ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણમાં છુટાછવાયા વરસાદ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સાથે સાથે મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે.
આગાહી અનુસાર વરસાદની વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં 24 કલાકમાં 197 તાલુકામાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ભરૂચના વાલિયામાં સવા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચના નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઉમરપાડામાં પોણા 5 ઇંચ વરસાદ, વલસાડમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો અને મહેસાણાના જોટાણામાં પોણા 4 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. વાપી, દાંતીવાડા, પલસાણામાં સાડા 3 ઇંચ વરસાદ અને સુરત શહેર, પારડી, માંગરોળમાં 3 ઇંચ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. 32 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધીનો વરસાદ થયો છે.