
અરવિંદ કેજરીવાલ જામનગરમા વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે આમ આદમી પાર્ટીની વધતી જતી આક્રમકતા અને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસમાં તેઓ આગામી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.જેમાં તેઓ શનિવારે જામનગરમાં વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે.ત્યારબાદ છોટાઉદેપુરમાં જાહેરસભાને સંબોધશે.આમ વર્તમાનમા તા.1ના રોજ વેરાવળ-સોમનાથમા જંગી જાહેરસભા બાદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. આમ તેઓએ રાજકોટમાં અગાઉ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેનો સારો પ્રતિસાદ મળ્યો હતો.આમ કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમ્યાન પ્રથમ મહત્વની જાહેરાતમાં રાજયમાં તમામ માટે 300 યુનીટ ફ્રી વિજળીની જાહેરાત કરી હતી અને બાદમાં તેઓએ રોજગારી સર્જન તથા રોજગારી ભથ્થા વિશે પણ જાહેરાત કરી હતી.ત્યારે છોટાઉદેપુર ખાતે તેઓ આદિવાસી સહિતના સમાજ માટે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે.