અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો

ગુજરાત
ગુજરાત 28

અરવલ્લી જિલ્લામાં નવરાત્રીના સાતમના નોરતે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. આમ જિલ્લાના હવામાનમા આવેલ એકાએક પલ્ટા બાદ ભિલોડા,રાજેન્દ્રનગર સહિતના પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ વરસાદી ઝાપટાઓથી માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જયારે અસરગ્રસ્ત વિસ્તારોના ખેતરમાં લણીને ઢગલો કરાયેલ મગફળી,અડદ સહિતના પાકોને નુકશાન પહોંચ્યું હતું. જિલ્લામાં આ વર્ષે મોડા વરસેલા વરસાદથી મોસમનો કુલ વરસાદ 548 મીમી નોંધાયો હતો. જોકે છેલ્લા 12 દિવસથી જિલ્લામાં માત્ર 1 મીમી સરેરાશ વરસાદ નોંધાયો હતો. પરંતુ મંગળવારની સાંજે અચાનક આવેલા હવામાન પલટા બાદ જિલ્લાના ભિલોડા,રાજેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લામાં 12 દિવસ બાદ બદલાયેલા વાતાવરણથી ભિલોડા ખાતે 1 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે રાજેન્દ્ર,ગઢડા સહિતના વિસ્તારોમાં વરસેલા વરસાદથી માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદથી મગફળી,અડદ પાકોને નુકશાન પહોંચ્યું હતું. જયારે અન્ય પાકોમાં રોગચાળાની ભીતી સેવાઈ હતી. નવરાત્રીના સાતમે નોરતે વરસેલા વરસાદ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરબાના ચોકમાં પાણી ભરાતાં નવરાત્રીની ઉજવણી ઉપર પ્રભાવ પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.