ફળોના કિંગ ગણાતા કેસર કેરીનું ગોંડલમાં આગમન, જાણો 1 કિલો કેરીનો ભાવ
હવામાન વિભાગ દ્વારા આજથી ગરમી વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીમાં લોકો ઠંડા પીણા અને કેરી જેવા ફળોનું સેવન કરે છે. ત્યારે ફળોના રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટયાર્ડમાં આગમન થયું છે. હરાજીમાં 10 કિલો કેરીના ભાવ 1900થી 3 હજાર બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા. જો કે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તાલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું છે.
જાણો કેરીના ભાવ
ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ઉના પંથકથી પ્રથમ વખત કેસર કેરી માર્કેટયાર્ડમાં પહોચી છે. સિઝનની પ્રથમ કેસર કેરીના 200 બોક્સ યાર્ડમાં આવતા હરાજી કરવામાં આવી હતી. જેમાં કેરીનો 1900થી 3 હજાર ભાવ બોલાયા છે. ગત વર્ષ કરતા ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્ષનો ખેડૂતોને 1800થી 2100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે. જેનાથી ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.