
અરવલ્લીમાં ખેડૂતોએ પાકને નુકસાન થતા વળતરની માંગ કરી
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ જિલ્લાઓમાં કમસોમી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે બે દિવસ પહેલા રાજયના અમરેલી અને ગીરમાં વરસાદ વરસ્યા બાદ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.જેથી ઘઉં,ચણા,વરીયાળી સહિતના પાકને મોટાપાયે નુકસાન થયું છે.તેવા સમયે જિલ્લાના ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન સામે સરકાર પાસે વળતર આપવાની માંગ કરી છે.