સરકારની પ્રશંસનીય કામગીરી: વીર શહીદ મહીપાલસિંહ વાળાને ઘરે પહોચ્યા CM ભૂપેન્દ્ર પટેલ; પરિવારજનોને અર્પણ કર્યો એક કરોડનો ચેક
મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા, અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં વીર શહીદ મહીપાલસિંહ વાળાને ઘરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને પરિવારજનોને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. આ પ્રસંગે મંત્રી જગદીશભાઈ, શહેર પ્રમુખ અમિત શાહ,ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કારડીયા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
વીર સપૂત મહિપાલસિંહ વાળા દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારબાદ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું હતું. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ 12 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. આજે એકાએક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીપાલસિંહ વાળાને ઘરે પહોંચ્યા છે અને પરિવારજનોને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. આ પ્રસંગે અનેક મંત્રી આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર એક શહિદના પરિવારને એક કરોડ રૂપિયા અપાયા હોવાનો કિસ્સો હોવાનું મનાય છે.