આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26મી અને 27મી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત્ છે. ચોમાસાની વર્તમાન સિઝનમાં ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 43.52 ઇંચ સાથે સરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવે આગામી અઠવાડિયાના અંતે ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે.
આગામી 26મી અને 27 સપ્ટેમ્બરના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાઈ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 26 સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શુક્રવારે (20મી સપ્ટેમ્બર) અમદાવાદમાં 35.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.2 ડિગ્રીનો વધારો થયો હતો. ગત રાત્રિએ સરેરાશ લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું હતું.
4 શહેરોમાં દિવસનું તાપમાન 35 ડિગ્રીથી ઉપર ગરમીના કારણે બપોરના સમયે પરસેવે રેબઝેબ : દિવસભર અસહ્ય ઉકળાટ સાથે આકરા તાપનો સામનો કરવો પડ્યો હતો. ભેજ અને ગરમીના કારણે બપોરના સમયે પરસેવે રેબઝેબ કરતી અને માથુ ફાડતી 41 ડિગ્રી જેવી ગરમીનો સામનો કરવાનો વારો
ઉત્તર ગુજરાતમાં ઉતરતાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય સ્થિતિએ દિવસનું તાપમાન 35 ડિગ્રીથી નીચે અને રાતનું તાપમાન 24.5 ડિગ્રીથી ઓછું હોવું જોઇએ. તેની સામે શનિવારે મુખ્ય 5 પૈકી 4 શહેરોમાં દિવસનું તાપમાન 35 ડિગ્રીથી ઉપર, જ્યારે રાત્રીનું તાપમાન 26 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
Tags Another heavy rain next week round