માવઠાને લઈને કરાઈ વધુ એક આગાહી, ખેડૂતો બન્યા
ફરી એકવાર રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી બે દિવસ માવઠું રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જાણો, આજે અને કાલે ક્યાં પડી શકે છે વરસાદ?
હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી. પરંતુ કેટલાક જિલ્લાઓ જેમકે દાહોદ, પંચમહાલ, લીમખેડામાં આજે હળવો વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની સંભાવના નથી પરંતુ હળવો વરસાદ થવાની આગાહી છે તેમ પણ જણાવ્યુ છે.