હવામાન નિષ્ણાંતની વધુ એક આગાહી, આગામી પાંચ દિવસ મેઘરાજ મન મુકીને વરસશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તો મન મૂકીને મેઘરાજા વરસશે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની અસર વધુ રહેશે. તથા સુરત, નવસારીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે. તથા ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જયારે બોટાદ અને ભાવનગરમાં વરસાદને લઈ યલો એલર્ટ રહેશે. આવતીકાલે નર્મદા અને તાપીમાં યલો એલર્ટ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.