બીજો કિસ્સો પ્રકાશમાં : રાજકોટમાં મળી આવી નકલી સ્કૂલ, શિક્ષણ વિભાગ નિંદ્રામાં
રાજકોટમાં નકલી સ્કૂલ મળી આવવાનો સિલસિલો અટકતો નથી. નકલી સ્કૂલ મળી આવવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા રાજકોટ જીલ્લાના પીપળીયામાં આવેલ ગૌરી ઈંગ્લીશ મીડીયમ સ્કુલને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નકલી જાહેર કરવામાં આવી હતી, રાજકોટમાં નકલી સ્કૂલ મળી આવવાનો સિલસિલો અટકતો નથી. નકલી સ્કૂલ મળી આવવાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
થોડા સમય પહેલા રાજકોટ જીલ્લાના પીપળીયામાં આવેલ ગૌરી ઈંગ્લીશ મીડીયમ સ્કુલને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નકલી જાહેર કરવામાં આવી હતી, હવે ગોંડલ રોડ પર આવેલ મધુવન સ્કુલમાં ધોરણ 9 અને 10 ના વર્ગો ચાલતા હોવાની જીલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી પરવાનગી વગર ચાલતી આ સ્કૂલની નકલો મુખ્યમંત્રી, રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજ્યના વિરોધ પક્ષના નેતા, એનએસયુઆઈ, શિક્ષણ સચિવ અને માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવી છે. પરંતુ તેમાં ‘જાગ્રત નાગરિક’ કહે છે, એટલે કે અરજદારે પોતાનું નામ જાહેર કર્યું નથી. જો કે આ મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષીત પટેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને જાગૃત નાગરિકો તરફથી મળેલી લેખિત અરજીમાં જણાવાયું છે કે રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાસે ખોડિયારનગરમાં મસ્જિદની બાજુમાં નકલી શાળા ચાલી રહી છે. આ શાળામાં એકથી આઠમા ધોરણ સુધીની જ મંજૂરી છે.