રાજયમાં કોરોનાના વધુ ૯૧૫ કેસ : ૧૪ નાં મોત

ગુજરાત
corona
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં આજે સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ ને પાર થયો છે.રાજ્યમાં ૨૪ કલાકમાં ૮૧૦૨ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા ૯૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૪૩ હજારને પાર થઈ ૪૩૭૨૩ કેસ થયા છે. રાજ્યમાં આજે વધુ ૧૪ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૦૭૧ થયો છે. રાજ્યમાં આજે ૭૪૯ દર્દીઓ સાજા થઈને ઘરે જતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૩૦ હજારને પાર થઈ ૩૦૫૫૫ થયો છે.રાજ્યમાં કોરોનાના આજે એક્ટીવ કેસ ૧૧ હજારને પાર થઈ ૧૧૦૯૭ કેસ નોંધાયા છે.જેમાં ૭૦ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૧૧૦૨૭ દર્દીઓની હાલત સ્ટેબલ છે.રાજ્યમાં બે દિવસમાં ૯૦૦ ને પાર કેસો નોંધાતા બે દિવસમાં કુલ ૧૮૧૭ દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો વ્યાપ સતત વધતો જાય છે.
રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ ર્કોેર્પોરેશનમાં ૩, સુરત ર્કોેર્પોરેશનમાં ૩ અને સુરત શહેરમાં ૨, વડોદરા ર્કોેર્પોરેશનમાં ૩, બનાસકાંઢામાં ૧, ભાવનગરમાં ૧ અને ગાંધીનગર ર્કોેર્પોરેશનમાં ૧ દર્દીના મોત સાથે કુલ ૧૪ દર્દીઓના રાજ્યમાં મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૪ અને ગ્રામ્યમાં ૧૩ સાથે આજે કુલ ૧૬૭ દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા કુલ કોરોના સંક્રમીતનો આંકડો ૨૩૪૨૬ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.