આણંદ જિલ્લામાં 3.5 ટનની ક્ષમતા ધરાવતા બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે

ગુજરાત
ગુજરાત 28

આણંદ જિલ્લામાં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ રિન્યુઅલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ચારૂતર આરોગ્ય મંડળ દ્વારા 3.5 ટનની ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવા માટે ભુમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ 1.25 કરોડના ખર્ચે બાયોટેકનોલોજી વિભાગ દિલ્હીની નાણાકીય સહાયથી ત્રણ મહિનાની અંદર કાર્યરત થશે તેવી આશા સેવાઈ રહી છે. જેના ભૂમિપૂજન દરમિયાન સ્પ્રેરીના ડાયરેક્ટર ડો.ગૌરવ મિશ્રા બાયોટેકનોલોજી વિભાગ, ભારત સરકારના સંયુક્ત નિમાયક ડો.સંગીતા કસ્તુરે અને ચારુતર વિધામંડળના અઘ્યક્ષ ભીખુભાઈ પટેલ હાજર રહ્યા હતા. વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાની હદમાં આવેલ તમામ હોટલ,ઈટરાઝ અને ધાબાના રસોડાના વેસ્ટેજનું અને મ્યુનીસીપલ કોર્પોરેશનના ભીના કચરાનું રોજનું કલેક્શન 3.5 ટન થાય છે. આ તમામ કચરામાંથી બાયોગેસ અને ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવશે. એમાંથી ઉત્પન્ન થયેલ બાયોગેસ ચારૂતર આરોગ્ય મંડળ અંતર્ગત કાર્યરત સુરભિ અને અન્નપૂર્ણા કેન્ટિનના રસોડામાં વપરાશે જ્યારે ઓર્ગેનિક ખાતર ખેડૂતોને રાહતદરે પૂરું પાડવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.