આણંદમાં રાજ્ય બેડમિંટન સ્પર્ધા 2022નો પ્રારંભ થયો

ગુજરાત
ગુજરાત

ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા બેડમિન્ટન એસોસીએશન દ્વારા યોનેક્ષ સનરાઈસ ગુજરાત રાજ્ય બેડમિંટન સ્પર્ધા 2022નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો શુભારંભ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રાજયમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતુ કે ગુજરાતના યુવાનો રમત–ગમત ક્ષેત્રે અગ્રેસર બને તેવા વાતાવરણનું નિર્માણ ગુજરાત સરકારે કર્યું છે.ત્યારે રાજયમાં વિવિધ સ્પર્ધાઓની સાથે બેડમિન્ટન જેવી સ્પર્ધાનું રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવે છે,જે આપણા માટે ગૌરવની વાત છે,ત્યારે આવી સ્પર્ધાઓ થકી આપણને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો મળે છે.આ નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી સ્પર્ધકો ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના સચિવ મયુર પરીખ,આણંદ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસીએશનના પ્રમુખ ભાવિન પટેલ,આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.હર ઘર તિરંગા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે આઝાદીના 75માં વર્ષે ફરી એકવાર દેશના કરોડો ઘરો ઉપર ભારતનો તિરંગો લહેરાશે અને દેશની આઝાદી સમયે જે પ્રકારે લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો તે પ્રકારનો માહોલ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણને જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.