આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ

ગુજરાત
ગુજરાત

આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રિકલચરના ઓડીટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમા કૃષિ મેળો તેમજ કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા એન.એફ.એસ.એમ ન્યુટ્રીસીરીયલ યોજના તેમજ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ક્રોપ ડાઈવર્સીફિકેશન પ્રોગ્રામ અંતર્ગત પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યુ હતું.ત્યારે આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા આહવાન કર્યું હતુ.આમ આ કાર્યક્રમના પ્રારંભમા યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડો.કલ્પેશભાઇ પટેલે આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ-2023ની જાણકારી આપી તેમાં આવતા વિવિધ ધાન્ય પાકો વિશે, વાવેતર અને તેમનાથી થતા ફાયદાઓ વિશે,ન્યુટ્રીસીરીયલ્સ અને તેની ઉપયોગિતા વિશે જાણકારી આપી હતી.આમ આ કાર્યક્રમમાં પેટલાદ નપા પ્રમુખ ગીતાબેન પટેલ, નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતાબેન પિલ્લાઈ,જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતનભાઈ પટેલ,નાયબ ખેતી નિયામક વિસ્તરણ,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તેમજ અગ્રણી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.