આણંદ જિલ્લામાં 27,461 હેક્ટર વિસ્તારમાં તમાકુની વાવણી કરાઇ
કમોસમી વરસાદની અસરને પગલે ખેડૂતો દ્વારા તમાકુની વાવણી મોડી શરૂ કરાઈ હતી. પરંતુ ગત વર્ષે નવેમ્બર માસના છેલ્લા અઠવાડિયા સુધી કરાયેલ 40,987 હેક્ટર વિસ્તારમાં વાવેતરની સામે ચાલુ વર્ષે નવેમ્બર માસના મધ્યગાળા સુધીમાં 27,461 હેક્ટર વિસ્તારમાં વાવેતર થતાં ચાલુ વર્ષે ચોમાસાને કારણે વાવેતર મોડુ કરાતા અંદાજે ૩૩ ટકા જેટલુ ઓછુ વાવેતર નોંધાયું છે. તમાકુની ખેતી માટે જાણીતા ચરોતર પંથકમાં ધીમા પગલે શિયાળાનો પ્રારંભ થતાં ધરતીપુત્રો દ્વારા તમાકુની વાવણી શરૂ કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ બોરસદ તાલુકામાં 12,850 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર નોંધાયું છે.