રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, હવે ઈ-વાહનો ઉપર કોઈ રજીસ્ટ્રેશન ફી નહીં ચુકવવી પડે

ગુજરાત
ગુજરાત 97

ઈલેકટ્રિક વાહનો ખરીદારા લોકો માટે દિલ્હીમાં સરાહનીય પગલુ ઉઠાવવામાં આવ્યું છે. શુક્રવારે દિલ્હી સરકારે ઈલેકટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન ફી ઉપર છુટ આપી દીધી છે. આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપ સરકારે 11 ઓક્ટોબરના રોજ ઈલેકટ્રિક વાહનોને રોડ ટેક્સમાં રાહત આપી હતી.

ટ્વિટ કરીને આપી માહિતી

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે શુક્રવારે એક ટ્વિટમાં કહ્યું કે, અભિનંદન દિલ્હીને ફરીથી. મુખ્યમંત્રી અરવિંદ કેજવાલ તરફથઈ પ્રોત્સાહનોની આગલી યાદીમાં બેટરીથી ચાલનારા વાહનોને રજીસ્ટ્રેશન ફીમાંથી મુક્ત કરી દીધી છે. દિલ્હી ફરીથી આગળ. જો કે, દિલ્હીમાં ઈ વાહન નીતિ લાગુ છે. જેનો ઉદ્દેશ દિલ્હીમાં પોપ્યુલેશન ઉપર કાબુ મેળવવાનો છે. આપ સરકારે ટારગેટ રાખ્યો છે કે વર્ષ 2024 સુધીમાં દિલ્હીમાં 1/4 ગાડીઓ ઈ વાહન હોય.

અત્યારસુધીમાં આટલા ઈ-વાહનોનું થયું છે રજીસ્ટ્રેશન

લોકો સરળતાથી ઈ વાહન ખરીદી શકે, તેના માટે દિલ્હી સરકારે રોડ ટેક્સ માફ કરી દીધો છે. જ્યારે ખરીદ વેચાણ ઉપર લાગનારા રજીસ્ટ્રેશન ચાર્જને પણ માફ કર્યો છે. દિલ્હી સરકારે આ પ્રોસેસ હેઠળ ત્રણ દિવસ સુધી જનતા પાસેથી સુચનો અને વાંધાઓ મંગાવ્યાં હતાં. દિલ્હીમાં વિતેલા કેટલાક દિવસથી ઈ વાહનો પ્રત્યે લોકોમાં જાગરૂકતા વધી છે. એપ્રીલથી લઈને સપ્ટેબર સુધી દિલ્હીમાં 2629 ઈ-વાહનોનું રજીસ્ટ્રેન થયું છે. જેમાં 297 મોટરસાઈકલ અને સ્કુટર છે. જ્યારે 80 કાર્સ અને 67 કેબ્સ હતી.

ઓગષ્ટમાં જાહેર કરી હતી નીતિ

કેજરીવાલે ઓગષ્ટમાં ઈલેક્ટ્રીક વાહન નીતિની જાહેરાત કરી હતી. તે હેઠળ ફોર વ્હીલર વાહનની ખરીદી ઉપર 1.5 લાખ રૂપિયા સુધી પ્રોત્સાહન રકમ, ટુ-વ્હીલર, ઓટોરીક્ષા, ઈ રિક્શા, નુરભાડા વાળા વાહનો ઉપર 30000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ રજીસ્ટ્રેશન ફીમાંથી છુટ આપવા માટે પણ વચન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.