
સુરતની નવીન સિવિલ હોસ્પિટલમા કૃત્રિમ ગાર્ડન શરૂ કરાયું
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રીતે દિવ્યાંગ અને શારીરિક રીતે નબળા બાળકો માટે ડીઇઆઇસી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી.જે હાલ કાર્યરત છે.આમ આ કેન્દ્રમા દક્ષિણ ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાંથી માનસિક વિકલાંગ બાળકો સારવાર માટે આવતા હોય છે.ત્યારે આવા બાળકોમાં માનસિક રીતે બદલાવ આવે અને સેન્સર ડેવલપમેન્ટ થાય તે માટે પ્રથમવાર કુત્રિમ ગાર્ડન બનાવવામાં આવ્યુ છે.નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2016માં માનસિક અને શારીરિક વિકલાંગતા સાથે જન્મ લેતા બાળકો માટે ડીઆઇસી થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.જ્યાં અત્યાર સુધીમાં 56,794 બાળકોએ સારવાર લીધી છે અને તેમાંથી ઘણા બાળકો સારા પણ થઈ ગયા છે.આમ આ અંગે સેન્ટરનાં ડો.હર્શિતાએ કહ્યુ હતુ કે પ્રથમવાર આ સેન્ટરમાં કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે.જેમાં બાળકોને અમે જ્યારે હીંચકો ખવડાવીએ છીએ ત્યારે તેઓના કાનમાં એક ફ્લડ વહેતું હોય છે.જે એક પાણી જેવું પ્રવાહી છે.જે દરેકના કાનમાં હોય છે.હીંચકા ખાતી વખતે તેઓનું માઈન્ડ એ રીતે સ્વિંગ થાય છે અને તેઓનો માનસિક તેમજ શારીરિક વિકાસ થાય છે.આ સિવાય બીજો ઉદ્દેશ્ય એ છે કે આવા બાળકો પબ્લિક ગાર્ડનમા જઈ શકતા નથી અને નોર્મલ બાળકો સાથે રમી પણ શકતા નથી અને માતાપિતા પણ તેઓને ગાર્ડનમાં લઇ જતા ગભરાય છે.ત્યારે આ માટે અમે આ કૃત્રિમ ગાર્ડન બનાવ્યો છે.