
ભાવનગર-અમદાવાદ હાઈવે પર સર્જાયો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે નાં મોત 15થી વધુ ઘાયલ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યાં ભર વરસાદ વચ્ચે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી. અને તપાસ હાથ ધરી હતી. ભાવનગર અમદાવાદ હાઈવે 3 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવીએ દઈએ કે આ ગોજારા અકસ્માતમાં બે લોકો જીવ હોમાયા છે. અને 15 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોચાવાથી તેમને ૧૦૮ ની મદદે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.