સુરતના ૧૮ વર્ષીય યુવકે છ વ્યક્તિને નવ જીવન આપ્યું

ગુજરાત
ગુજરાત

સુરત, શહેરમાંથી વધુ એક અંગદાનની ઘટના સામી આવી છે. ૨૦૨૨ના છેલ્લા દિવસે ૧૮ વર્ષના યુવકના હદય, કિડની, લિવર અને ચક્ષુના દાન કરવામાં આવ્યાં છે.

૧૮ વર્ષીય યુવકનું હદય અંકલેશ્વરના ૧૭ વર્ષીય યુવકમાં ધબકતું કરવામાં આવ્યું છે. સાથે સુરતમાંથી ૨૦૨૩માં છ વ્યક્તિઓને નવા અંગો મળતાં નવા વર્ષે નવો ઉજાસ પથરાયો છે. હિરલ વિજયભાઈ મહીડાના પરિવારે બ્રેઈનડેડ હિરલના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે

રાંદેર વિસ્તારમાં રહેતો હિરલ ૨૯ ડિસેમ્બરના રોજ સવારે ઘરેથી એલ.પી.સવાણી રોડ, મધુવન સર્કલ પાસે આવેલ પ્રો-બાબર સલુનમાં કામ પર જઈ રહ્યો હતો, ત્યારે સવારે સાડા દસ કલાકે રામ નગર સર્કલ પાસે બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડની પાસે તેની મોટર સાઇકલ સ્લીપ થઇ જતા હિરલ મોટરબાઈક પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક નજદીકમાં આવેલ લાઈફલાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો.

નિદાન માટે ઝ્ર્ સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કર્યો. જ્યાં ૩૦ ડિસેમ્બરના રોજ હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતાSOTTO નો સંપર્કકરવામાં આવ્યો.SOTTO દ્વારા હૃદય સુરતની મહાવીર હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.દાનમાં મેળવવામાં આવેલ હદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના ૧૭ વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.