અમદાવાદમાં 80 દિવસથી બંધ AMTS, BRTS શરુ કરવા AMCના સત્તાધિશો નિર્ણય નથી લેતા, લોકોને હાલાંકી

ગુજરાત
ગુજરાત 67

અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં છે. રાજયના તમામ શહેરોમાં 50 ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે. છતાં પણ AMCના સત્તાધિશો લોકોની તકલીફોને ધ્યાને લેતા નથી.

અમદાવાદ શહેરમાં આ વર્ષે 18 માર્ચથી AMTS અને BRTS બસો બંધ કરવામાં આવી હતી .બે મહિના ઉપરાંતનો સમય પસાર થઈ ગયો છે. સરકાર ભાજપની છે. સરકારે પણ રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચોથી વખત સત્તામાં આવેલા ભાજપના મેયર સહીત એ.એમ.ટી.એસ.ના ચેરમેન સુધીના બસ સેવા શરૂ કરવા હજુ કયા મૂહુર્તની રાહ જુએ છે એવી શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે.ગત 28મી મેથી AMTS અને BRTSની સેવા શરુ થવાની હતી. પરંતુ AMCના સત્તાધિશોએ કોઈ નિર્ણય નહીં લેતા આ સેવા શરુ થઈ શકી નહોતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.