Home / News / અમિત શાહ આજે અમદાવાદ આવશે, કોરોનાને લીધે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવશે
અમિત શાહ આજે અમદાવાદ આવશે, કોરોનાને લીધે પરિવાર સાથે ઉત્તરાયણ મનાવશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આજે મોડી સાંજે અમદાવાદ આવે તેવી શક્યતા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે.
જોકે, કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે જેના પગલે અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મજા માણશે.
દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ય જશે નહીં,એટલું જ નહીં, ભાજપના કાર્યકરો સાથે ધાબા પર જઇને પતંગ પણ ઉડાડશે નહીં, તેઓ માત્ર પરિવાર સાથે જ ઉતરાયણનો આનંદ માણશે.