પરણિત હોવા છતાં મહિલા કોન્સ્ટેબલને પ્રેમમાં ફસાવી હોવાનો આરોપ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, રાજકોટના જેતપુરના મહિલા કોન્સ્ટેબલ દયા સરિયા આત્મહત્યા કેસમાં આખરે જવાબદાર પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આઇપીસીની કલમ ૩૦૬ હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા વિરૂદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોતે પરિણિત હોવા છતાં મહિલા કોન્સ્ટેબલને પ્રેમ જાળમાં ફસાવી તેને મરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે અભયરાજસિંહ જાડેજા જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. પોતે પરિણીત હોવા છતાં દયા સરિયાને પ્રેમજાળમાં ફસાવી હતી. વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આત્મહત્યા પહેલા મહિલા કોન્સ્ટેબલે અભયરાજસિંહ જાડેજાને ગળેફાંસો ખાતી સેલ્ફી પણ મોકલી હતી. મૃતક છેલ્લા અઢી વર્ષથી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતાં. નોંધનીય છે કે મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા સોમવારના કોળી સમાજ તરફથી મૌન રેલી યોજી ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું..

જો જવાબદાર સામે ફરિયાદ ન નોંધાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલ અભયરાજ સિંહ જાડેજા દ્વારા મહિલા કોન્સ્ટેબલ દયા સરિયાને મરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પરણિત હોવા છતાં મહિલા કોન્સ્ટેબલને પ્રેમ જાળમાં ફસાવી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો હતો. મૃતકે મરતા પૂર્વે અભયરાજને ગળેફાંસો ખાતી હોઈ તેવી સેલ્ફી પણ મોકલી હતી. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરીયા નામના મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેમના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસને આત્મહત્યા કર્યાના ૬ દિવસ થયા હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું હતુ કે, પોલીસે આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે. થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ ૧૦૦ નંબર પર કોલ કરી પોલીસ બોલાવેલ હતી. તેમને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.