અમદાવાદ જળ બંબાકાર : ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાયા

ગુજરાત
ગુજરાત

શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે. ગોતા અને સાયન્સ સિટીમાં 3 કલાકમાં 6 ઇંચ, બોપલમાં 4 ઇંચ, નરોડામાં 4 ઇંચ, ચાંદખેડા, સરખેજ, ચાંદલોડિયામાં 3 ઇંચ, ઉસ્માનપુરા 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી: આજે ગુજરાતના 15થી વધારે જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને 27 જૂન થી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

અમદાવાદમાં પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રેમચંદ નગર પાસે નવી ગટર લાઈન નાખી છતાં પણ પાણી ભરાયા છે. શહેરમાં ગટર લાઈનો હવે બેક મારવાની શરૂઆત થઈ છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વરસાદમાં કામગીરી માટેની મોટી મોટી વાતો વચ્ચે ક્યાંય પણ કોર્પોરેશનના કર્મચારીઓ ગટરના ઢાંકણા ખોલવા માટે દેખાતા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.