અમદાવાદના એસ.જી હાઇવેથી એરપોર્ટ સુધીની બી.આર.ટી.એસ બસ સેવા ફરી શરૂ થશે

ગુજરાત
ગુજરાત 32

કોરોનાથી રાહત મળતા 100 ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ.જી હાઇવેથી એરપોર્ટ સુધી બી.આર.ટી.એસ શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવામાં આવશે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ બસ શટલ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ,જોધપુર ચાર રસ્તા, શિવરંજની,હિંમતલાલ પાર્ક,આઇ.આઇ.એમ,હેલ્મેટ ચાર રસ્તા,શાસ્ત્રીનગર,અખબારનગર,આર.ટી.ઓ,શાહીબાગ થઇ એરપોર્ટનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 15 જેટલી સીસીટીવી સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો આ 19 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે 6 થી રાતે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રિકવન્સી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર ટિકિટબારી બનાવવામાં આવશે. મુસાફરોએ 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. વર્ષ 2017માં એસ.જી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ બી.આર.ટી.એસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.