અમદાવાદ-મુંબઇ વચ્ચે ક્રેશ બેરીયર લગાવવાનું કામ શરૂ કરાયું

ગુજરાત
ગુજરાત

સુરત-અમદાવાદ વચ્ચે રખડતા ઢોરને લઇને દેશની વંદેભારત ટ્રેનના અકસ્માતને લઇને રેલવે વિભાગે અમદાવાદ-મુંબઇની વચ્ચે મેટલ ક્રેશ બેરીયર લગાડવાનું નક્કી કર્યું છે.જેમાં 200 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરાઇ રહ્યો છે.જેમાં અમદાવાદથી રેલીંગ લગાવવાનું શરૂ થયું છે.ત્યારે સપ્ટેમ્બર-30 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી.આમ આ ટ્રેન શરૂ થયાના બીજા દિવસે અમદાવાદના વટવા નજીક ટ્રેન ભેંસ સાથે અથડાઇ હતી,જેમાં એન્જીનના આગળના ભાગે નુકસાન થયું હતું.ત્યારબાદ આ ટ્રેનનો અલગ-અલગ 7 જગ્યા ઉપર અકસ્માત થયો હતો.આમ વારંવાર થતા અકસ્માત બાદ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ-સુરતની વચ્ચેના 170 કિલોમીટરના અંતરમાં 200 કરોડથી વધુના ખર્ચે ક્રેશ બેરીયર લગાવવાનું નક્કી કર્યું છે,જેમાં વર્તમાનમાં અમદાવાદથી ક્રેશ બેરીયર લગાડવાનું શરૂ થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.