અમદાવાદની શાળાઓમાં ધો.10ની પ્રિ-બોર્ડની પરીક્ષા શરૂ કરાઇ

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય દુર થાય તેમજ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે ત્રણ દિવસ પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.આ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.આમ આગામી માર્ચ મહિનામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા પહેલા ડીઈઓ કચેરી દ્વારા નવા પ્રયોગ સ્વરૂપે આજથી શહેરમાં પ્રિ-બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.જેના માટે શહેરની 600 શાળાઓમાં પરીક્ષા લેવાઈ રહી છે.આ પરીક્ષા માટે 45 હજાર જેટલા વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.આ પરીક્ષા માટે 15 સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષા કોઈપણ પ્રકારના ભય કે તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી પરીક્ષામાં ધો.10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવશે.આ પરીક્ષા માટે બોર્ડની પદ્ધતિ મુજબનું પ્રશ્નપત્ર ડીઈઓ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે અને સ્કૂલોને પરીક્ષાના અગાઉના દિવસે મે-ઈલ દ્વારા મોકલી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.