અમદાવાદમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં 5,435 ઉમેદવારીપત્રો ભરાયા
અમદાવાદ જિલ્લાના 410 ગામોમાં પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાશે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાના પાંચમાં દિવસે સરપંચપદ માટે 646 અને સભ્યપદ માટે 1344 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અત્યારસુધીમાં સરપંચ પદ માટે 1380 અને સભ્યપદ માટે 4055 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરી દીધા છે. આમ અત્યારસુધીમાં 5434 ઉમેદવારીપત્રો ભરાઇ ચૂક્યા છે. જેમાં 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે આ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે.