અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોનથી મચ્છર ઉત્પતિ સાઈટ શોધીને નાશ કરાશે

ગુજરાત
ગુજરાત

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા હવે ટેકનોલોજીનો ઉપયોગ
અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોનથી મચ્છર ઉત્પતિ સાઈટ શોધીને નાશ કરાશે

સ્થિર ભરેલા પાણી, મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુના પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસા બાદ પાણીથી ભરેલા સ્થલોમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. જેના નિયંત્રણ માટે મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડેમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે, જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પે કરવા સંભવ હોતું નથી.

મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે
આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે AI આધારિત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીની કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરીયલ ફોટોગ્રાફ, લેટીટુડ–લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે.

ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે
જેના આધારે મળેલી સાઈટ પર કરવાની થતી કામગીરી જેવી કે, સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ અને લારવા સાઈટ ઉપર દવા છંટકાવ કરવાનું નિશ્ચિત કરી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે. તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે, ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો એપિડેમિક એક્ટ મુજબ સરકારના ધારણ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.