અમદાવાદનું કોસમોસ ફ્લાવર વેલી ગાર્ડન આજથી ખુલ્લું મુકાયુ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક ગાર્ડન તૈયાર કર્યું છે.જેમાં કોર્પોરેશને 21,046 ચોરસમીટરમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવ્યું છે.જેમાં નાગરિકો ઓનલાઈન તેમજ ઓફલાઈન ટિકિટ ખરીદી ફ્વાવર વેલીમાં સુંદર નજારો જોઈ શકશે.અમદાવાદમાં ભારતનું સૌપ્રથમવાર કોસમોસ વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.જેના ઉદઘાટન પ્રસંગમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ,મેયર કિરીટ પરમાર,ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ,પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ,દંડક અરૂણસિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.જે ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે સવારે 9 થી રાત્રે 9 સુધી ચાલુ રાખવામાં આવ્યો છે.જે ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.10 ટિકિટ રાખવામાં આવી છે,જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને રૂ.2 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.