અમદાવાદમાં ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશનની યાદી વેબસાઈટ-એપ્લિકેશન પર મુકાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં ઈલેકટ્રીક વ્હીકલ પોલીસીના અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ વિન્ડો પધ્ધતિથી અરજીઓનો નિકાલ કરવા માટે મેનેજમેન્ટ સેલની રચના કરી છે. જે આવનારા સમયમાં શહેરમાં ઈલેકટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશનોના લોકેશન સાથેની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરાંત એ.એમ.સી એપ ઉપર મૂકશે. આમ 23 સપ્ટેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં એ.એમ.સી ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જ પોલીસી-2021ના અમલીકરણની દરખાસ્તને ઠરાવ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. આ પોલીસીના અમલ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. આ સેલમાં એસ્ટેટ,લાઈટ વેલ્યુએશન તથા એજયુકેશન સેસ વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જે કમિટી ડેપ્યુટી કમિશનર પ્રોજેકટની દેખરેખ હેઠળ કામગીરી કરશે. જે વેબસાઈટ પર સમયાંતરે વિગત અપડેટ કરી તેમાં નવા ચાર્જિંગ સ્ટેશનોનો ઉમેરો કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.