સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો કોલ કરનાર વ્યક્તિને પકડી લેતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
બુધવારે અમદાવાદ પોલીસને એક ફોન આવે છે, જેમાં એક વ્યક્તિ 15 ઓગસ્ટના દિવસે બ્લાસ્ટ કરવાની ઘમકી આપી હતી જે બાદ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવતા ગણતરીની મિનિટોમાં આ ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, જો કે, રાહતની વાત એ છે કે, અત્યારે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. વિગતો એવી સામે આવી છે કે, ફોન કરનાર વ્યક્તિ અભ્યાસમાં ફેલ થતા માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.
આવી રીતે પહેલા પણ ધમકીભર્યા ફોન આવેલા છે. જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. અત્યારે ધમકીનો કોલ આવ્યો એટલે પોલીસ પોતાની તપાસ શરૂ કરી નાખી હતી અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી લીધો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે, આરોપી અસ્થિર મગજનો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેને માઈન્ડ પ્રોપર નથી.