
દેશના પદ્મશ્રી આર્કિટેક્ટ બી.વી.દોશીનું નિધન થયું
દેશના જાણીતા આર્કિટેક્ટ બી.વી.દોશીનું વર્તમાનમાં નિધન થયું છે.અમદાવાદની ઓળખ ગણાતા આઈ. આઈ. એમના તેઓ આર્કિટેક્ટ હતા.આઈ. આઈ.એમ-એ ઉપરાંત ફ્લેમ યુનિવર્સીટી, આઈ.આઈ.એમ ઉદયપુર,આઈ.આઈ.એમ બેંગ્લોર,એન.આઈ.એફ.ટી દિલ્હી તેમજ સેપ્ટ યુનિવર્સીટીમાં પણ તેઓ હતા.આ ઉપરાંત તેમણે લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા.આ સિવાય અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ,સેપ્ટ યુનિવર્સિટી,અટીરા ગેસ્ટ હાઉસ,પ્રેમાભાઈ હોલ,ટાગોર હોલ,અમદાવાદની ગુફા,કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.આમ બી.વી. દોશીનો જન્મ ઇસ.1927માં પૂણે ખાતે થયો હતો.તેમનો પરિવાર ફર્નિચર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.તેમણે જે.જે.સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં અભ્યાસ કર્યો તે અગાઉ ચાર વર્ષ સુધી પેરિસમાં કે કોર્બુઝી સાથે વરિષ્ઠ ડિઝાઈનર તરીકે કામ કરતા હતા.આ ઉપરાંત ભારતમાં પણ વર્ષ સુધી તેમણે કેટલાક પ્રોજેક્ટ્સ સંભાળ્યા હતા.આ પહેલા બી.વી. દોશીને સ્થાપત્ય ક્ષેત્રનો પ્રિત્ઝર પ્રાઈઝ એવોર્ડ 2018માં એનાયત કરવામાં આવ્યો હતો.